INSTITUTE TRANSFER

                                                                  Notice

 ગુજરાત રાજ્ય માં આવેલ એક સરકારી પોલિટેકનિક માથી બીજી સરકારી પોલિટેકનિક માં વિદ્યાર્થીઓને બદલી આપવા માટેના નિયમો અમલમાં છે.

ઉક્ત જોગવાઈ અનુસાર નીચે દર્શાવ્યા મુજબ ના 3 સંજોગોમાં વિદ્યાર્થીઓને સંસ્થા બદલી ટેકનિકલ નિયામકશ્રી ની કચેરી દ્વારા આપવામાં આવે છે:

1. વિદ્યાર્થીઓના પ્રથમ વર્ષમાં પ્રવેશ બાદ માતા અથવા પિતાનું અવસાન થયું હોય.

2. વિદ્યાર્થી જે સ્થળે અભ્યાસ કરતો હોય તે સ્થળ વિદ્યાર્થીની તબિયત ને અનુકૂળ ના હોય અને તેથી સ્થળ ફેર માટે તબીબી બોર્ડે ભલામળ કરી હોય.

3. જો બે સરકારી કોલેજમાં સમાન સેમેસ્ટર માં સમાન વિદ્યા શાખામાં વિદ્યાર્થીઓ અરસ પરસ બદલી કરવા સંમત હોય તો બંને કોલેજ ના પ્રિન્સિપાલ ની સંમતિ મેળવી સેમેસ્ટર ના બાધ વિના પણ બદલી કરી શકાશે.


ઉપરોક્ત અરજી વિદ્યાર્થીએ પોતાની હાલની કોલેજના આચાર્ય ને નિયત નમૂના 1 માં 1 ઓગસ્ટ થી 15 સેપ્ટેમ્બર સુધીમાં કરવાની રહેશે.   


નમુનો 1: Form for institute transfer

ટેકનિકલ નિયામકશ્રી ની કચેરી દ્વારા (ફક્ત સરકારી કોલેજ માં) ફેર બદલી મળી ગયા બાદ, વિદ્યાર્થીએ GTU students Portal માં G to G Institute Transfer માટે ની અરજી કરવાની રહેશે. વિસ્તૃત માહિતી માટે ની સહાયિકા:  G to G Institute Transfer Manual